આપણને જીવન નાં દરેક તબક્કે એક પ્રશ્ન મનમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવાતો જ હોય છે....હજુ તમે પરિપક્વ( mature) નથી બન્યા...હજુ તમે નાના છો ...પરિપક્વ બનો પછી જીવન ની સાચી સમજણ આવશે....એવું આપને રોજ બરોજ નાં દિવસોમાં સાંભળતા જ હોઈ એ છીએ...પરંતુ તમને ત્યારે એ પ્રશ્ન સામેવાળા ને પૂછવાનું મન નથી થતું કે...પરિપક્વ ક્યારે બનીશું એ તો જણાવો....પરિપક્વતા ની પરિભાષા સુ છે ...જો હું પરિપક્વ નથી એવું માની લઉં...તો કોણ પરિપક્વ છે એ જણાવો...હું એમના પર થી માપદંડ તો તૈયાર કરી સકું કે... આટલું ધરાવનાર વ્યક્તિ પરિપક્વ કહેવાય....અચૂક થયો હસે બધાને પ્રશ્ન....હું પણ આ પ્રશ્નથી વંચિત રહ્યો નથી.....
મતમતાંતર એ કોઈ પણ મુદ્દા નો એક અચૂક હિસ્સો છે એવી જ રીતે આ મુદ્દા માં પણ આપણા સૌના મત અલગ હોય સકે છે...પણ હું મારો મત જણાવવાની કોશિશ કરું...
પરિપક્વતા નાં ત્રણ ચરણ છે ...1. બાલ્યાવસ્થા 2. યુવાવસ્થા. 3. વૃદ્ધાવસ્થા
પ્રસિદ્ધ દાર્શનિક થોમસ હોબ્સ અનુસાર વિશ્વ માં દરેક વ્યક્તિ સ્વાર્થી હોય છે.....પરંતુ સ્વર્થીપણા નું ઉચ્ચતમ સ્વરૂપ જેમાં કોઈ જ મિશ્રણ હોતું નથી એ છે બાલ્યાવસ્થા....કોઈ 6 વર્ષ નાં બાળક પાસેથી કોઈ એમની પ્રિય વસ્તુ લેવી એ ઘણું કપરું કામ છે ...જો એ બાળક એનો એ સ્વભાવ સાચવી રાખે છે અને એ વસ્તુ ન આપવા માટે રડવા લાગે છે ..તો બાળક મારી દૃષ્ટિએ પરિપક્વ છે....જો એ બાળક તમને આશાની થી વસ્તુ આપી છે તો આપણે આ સમય માં એવું સમજીએ છીએ કે બાળક ડાહ્યું છે , પરોપકારી છે, પરંતુ એ ભ્રમ કાઢવાની જરૂર છે...હકીકતમાં એ બાળક પોતનું બાળપણ ખોવાની સાથે બાલ્યાવસ્થા ની પરિપક્વતા પણ ગુમાવી ચૂક્યું છે ....એવી જ રીતે એ બાળક ને તમે જો કઈક વસ્તુ આપી ને એ એમનો આભાર thank you કહેવાને બદલે માત્ર એક મીઠા સ્મિત દ્વારા અભિવ્યક્ત કરે છે તો તે પરિપક્વ છે એમ કહેવાય....બાળક ધીમે ધીમે મોટું થવાની સાથે વડીલો નો આદર કરવો, પગે લાગવું, કહ્યાગરું બનવું, વગેરે આવતું જાય છે એ પણ પરિપક્વતા નાં જ નાના નાના ભાગ જ છે.
યુવાવસ્થા ની વાત કરીએ તો તેમાં 2 તબક્કે પરિપક્વતા જોઈ શકાય છે ...પ્રથમ તબક્કે જોઈયે તો ... 19 થી 40 વર્ષ ની ઉમર માં તમે કોઈ સંકલ્પ લીધો છે ને એને પૂરું કરવા માટે તનતોડ મેહનત કરી છે....તમને સફળતા નિષ્ફળતા નું ભાન નથી...બસ તમારું આંતરમન એવું કહે છે કે ...સંકલ્પ પ્રાપ્ત કરવા માં કોઈ જ કસર બાકી રહી નથી.....તો તમે પરિપક્વ છો....પછી ભલે તમે નિષ્ફળ થાવ.......જેમ કે તમે એવું નક્કી કર્યું છે મન માં કે હવેથી 1 મહિના સુધી હું રોજ સવાર માં 5 વાગે ઉથી જઈશ....તો પછી જો તમે રોજ કાલે કાલે કરીને દીવસ લંબાવતા જાવ છો તો કદાચ તમારા સંકલ્પ ની બીજાને જાણ નથી પણ તમે તમારી જાત સાથે દગો કરી રહ્યા છો....તમે પરિપક્વ નથી બન્યા હજુ....પરિપક્વતા ની શરૂવાત નાના નાના સંકલ્પ થી જ થાય છે...જેમ કે રોજ સવાર માં ઉઠી જઈશ....રોજ હું મારા શરીર માટે થોડું કામ કરીશ....રોજ હું કોઈ પણ પુસ્તક વાચવામાં દીવસ ની 2 કલાક આપીશ...રોજ હું સવાર માં 20 મિનિટ ધ્યાન કરીશ.....જો તમે આ સંકલ્પ મનમાં લીધો છે અને તેમને પૂરો નથી કરી શકતા તો તમે કોઈ પણ ઊંચા સ્થાન ભલે હોય છતાં પણ પરિપક્વ નથી.....બીજું કે મનમાં વિચારેલું છે કે હું એમ કરીશ.. પણ કોઈ કારણોસર કે બેદરકારી થી તે શક્ય બનતું નથી ને બીજાને એવું કેહવુ કે" એ તો મારે કરવું નથી....બાકી હું કરવા બેસુ તો તો કરી જ નાખું..." તો અહીંયા સૌથી મોટી અપરિપક્વતા આ જ છે કે તમે સ્વીકાર નહિ કરતા કે મારાથી થતું નથી.....તમે તમારી જાતને છેતરવાની કોશિશ કર્યે જાવ છો.....હું કરવા બેસુ તો કરી નાખું... આ વાક્ય માં "કરવા બેસુ" (સંકલ્પ લેવો) એ જ બહુ મોટી હિંમત ની વાત છે....દુનિયા માં દરેક વ્યક્તિ કરવા બેસે તો કોઈ પણ કામ કરી જ સકે છે ...તો તો પરિપક્વતા નું અસ્તિત્વ જ નાશ થય જાય....રહસ્યમય બાબત જ એ છે કે....તમે ક્યારે કાર્ય કરવાની શરૂવાત કરી દો છો....શરૂઆત કરી એ પ્રથમ તબક્કા ની પરિપક્વતા છે ને પૂર્ણ નાં થાય ત્યાં સુધી જંપો નહિ એ સંપુર્ણ પરિપક્વતા છે ....... ઉચ્ચતમ તબક્કા ની વાત કરીએ તો...... મારા મત અનુસાર એ સ્તર પર પહોંચવું એ લોઢા નાં ચણા ચાવવા જેવું છે......પરિપક્વતા નું છેલ્લું સ્તર એ છે કે..." તમારા ચેતન મન ને જેટલું પણ ખબર છે કે આમ કરવું એ મારા માટે હાનીકારક છે તો એ ન કરવું એ જ પરિપક્વતા છે...અને કે ફાયદાકારક છે તે કરવું ......". કોઈ બાળક 5 વર્ષ ની ઉમર માં શું સાચું ને શું ખોટું તેનો ભેદ પારખી શકતું નથી...એટલા માટે એમને આ પરિપક્વતાની પરિધી માં લાવી સકાય નહિ.....પરંતુ યુવાન માટે જો એમને જાણ જ છે કે વ્યસન નાં કરવું જોઈ એ, ભવિષ્ય માટે કઠોર પરિશ્રમ કરવો જોઈએ, મારો અંતિમ લક્ષ્ય આ છે જ્યાં પહોંચ્યા પેલા કોઈ પણ પ્રકાર ની ખુશી એ પછી પૈસા ની હોય કે સતા ની...પછી ભલે એ ખુશી તમારી એક નાનકડી સફળતા ની હોય.....
ખુશી તમારા પર ભારે નાં થાય ને તમે તમારુ અંતિમ લક્ષ્ય ભૂલો નહિ એ જ મોટી પરિપકવતા છે ...ટુંકમાં જીવન માં બધાને જાણ હોય જ છે કે સુ કરવું કે શું નાં કરવું ...પરંતુ કોઈ એ રસ્તા પર ચાલી શકતા નથી ...કોઈ રાત્રે પેન ને પેપર લઈ ને બેસીને આ છેલ્લી વાત ધ્યાનમાં લઈને લખવા બેસજો....તમારી જાત ne પ્રશ્ન પૂછો... કે હકીકત માં હું એવું શું શું કરી રહ્યો છું જે મને ખબર છે કે નાં કરવું જોઈએ...તો કદાચ એક પુસ્તક બની જશે....ને વળી પૂછજો એવું શું નથી કરી રહ્યો જે મારે મારા અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા કરવું જોઈએ તો પણ પુસ્તક બની જશે.......મારા મતે આ પુસ્તક ને થોડા થોડા કરીને અંશ માત્ર નાં પાનામાં ફેરવવું એ જ પરિપક્વતા છે......
👌👌💥
ReplyDelete