Thursday, January 26, 2023

Republic Day: ગુલામી અને બંધનમાંથી આઝાદી

0


 

            ગુલામી શબ્દ સાંભળતાં જ ભારત નાં દરેક નાગરીક નાં મનમાં એક જ વિચારનું પ્રસ્ફુરણ થાય છે ....બ્રિટિશ રાજ....અને સ્વતંત્રતા શબ્દ સાંભળતા ..... બ્રિટિશ રાજ ની ગુલામી માંથી મુક્તિ....જોકે આ વિચાર નું આવવુ એ સહજ છે કારણ છે આ જ આઝાદી માટે દેશ નાં કેટલા ક્રાંતિકારીઓ , નાયકો , નાયિકાઓ ,સ્વાતંત્ર સંગ્રામી એ પોતાનો જીવ આપ્યો છે એનું વર્ણન કરીએ એટલું ઓછું છે...26 મી જાન્યુઆરી નો આજ નો દિવસ એટલે પ્રજાસત્તાક દીવસ નાં રોજ આપણે એ દરેક જવાનો , દરેક બાળકો , દરેક મહિલાઓ ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ....જેના કારણે આજે આપણે આ આઝાદી નો અમૃત મહોત્સવ માનવી રહ્યા છીયે....

 

            રાજકીય સ્વતંત્રતા, ભૌતિક ગુલામી માંથી મુક્તિ , રાજકીય આઝાદી, સાર્વભૌમત્વ વગેરે ની વાત તો આપણે આવા શુભ દિવસે કરતા જ હોઇયે છીએ. હું પણ આઝાદી , સ્વાતંત્રતા, બંધન અને ગુલામી નાં વિચારો નું નાનકડું એવું કિરણપુંજ આ લેખ થકી પ્રસ્તુત કરવા માગું છું..જેનો મુખ્ય ભાર " મનુષ્ય નાં વિચાર રૂપી અને જીવન રૂપી ગુલામી અને સ્વતંત્રતા છે.....

 

            "આઝાદી" એટલે શું? આઝાદી એ કોઈ સંકુચિત વિચારધારા નથી પણ વ્યાપક વિચાર છે ....વિચારધારા થી તાત્પર્ય એ કોઈ એક સિધ્ધાંત અથવા કોઈ બાબત માં પોતાનો વિશ્વાસ દ્રઢ પૂર્વક રાખવો તે છે.....જે ક્યારેક સંકુચિત પણ હોય સકે છે ...વિચાર ક્યારેય સંકુચિત હોતો નથી...વિચાર નો વિસ્તાર જ મનુષ્ય દ્વારા ટૂંકો બનાવી દેવામાં આવે છે થી તે સંકુચિત વિચારધારા નું સ્વરૂપ ધારણ કરે છે...જેમ કે સમાનતા એક વિચાર છે ...પણ તેના આધાર પર ઉદભવેલા સમાજવાદ અને સામ્યવાદ એ સંકુચિત વિચારધારા છે ....સમાનતા ની જેમ જ સ્વતંત્રતા અને આઝાદી એ પ્રાકૃતિક વિચાર છે .....જેને કોઈ વિચારધારા રૂપી સંકુચિત સીમાં માં બાંધવું નાં જોઈયે....

              આપને બ્રિટિશ રાજ થી તો મુક્ત થય ગયા...પણ શું ગુલામી નાં વિચાર થી મુક્ત થયાં છે?? સ્વતંત્રતા ની સંકુચિત વિચારધારા માંથી બહાર આવ્યા છીએ ??? મારા મત અનુસાર સંકુચિત સ્વતંત્રતા થી આઝાદી પણ એક સ્વતંત્રતા જ છે ...આજ નો મનુષ્ય કેટલા પ્રકારની ગુલામી માં જીવી રહ્યો છે જેની જાણ મનુષ્ય ને પોતાને પણ નથી . આજ નો માણસ સ્વતંત્રતા થી દુર ભાગીને ગુલામી ને શોધે છે  કારણ છે સ્વતંત્રતા નો ઉપયોગ કરતા આવડતો નથી.....સત્તા નો કેફ, ઈચ્છા નું ઐશ્વર્ય , ભૌતિકવાદ ની પરિધિ દિવસે ને દિવસે બંધન માં મુક્તિ જાય છે. મહાવીર જૈન નું દર્શન " સ્યાદ બાદ" અનુસાર મોક્ષ એક સ્વતંત્ર વિચાર જ છે ...જેનો અર્થ તમે દરેક બંધન માંથી મુક્ત હોવા જોઈયે...પણ એનો મતલબ એવો નથી કે તમે જે વિચાર નાં બંધન માં છો એનાથી લડો ...ઓશો( રજનીશ) કહે છે કે તમે વિચાર ની ગુલામી માંથી નીકળવા માટે એનાથી લડો છો તો એ વધારે ગુલામી માં ધકેલાય જાવ છો ...લડવા કરતા એ વિચાર નાં સાક્ષી બની જાવ ને ધીમે ધીમે પ્રેમ થી એને છોડી દો... જેમ કે તમારા માં કોઈ ખરાબ ટેવ છે એને છોડવી છે તો બળજબરી પૂર્વક નાં છોડો...રોજ એક સંકલ્પ લ્યો..કે હવેથી બંધ ...એમ કરતાં કરતાં રોજ લીધેલો સંકલ્પ એ ખરાબ ટેવ કે વ્યસન નું સ્થાન ગ્રહણ કરશે ...

 

           મનુષ્ય ને ક્યાં બંધન માંથી મુક્ત થવાની જરૂર છે ???? ...પ્રથમ બંધન પોતાના મન નું બંધન....ક્યારેક તમારું મન જ તમને ગુલામ બનાવી દેતું હોય છે જેમ કે ખબર બધાને પડે છે કે મેહનત કરવી જોઈયે...વિદ્યાર્થી જીવન માં પુસ્તક વાચવું, સવાર માં વેહલું જાગવું, પ્રાર્થના કરવી....એક સમય બાદ યુવા અવસ્થામાં જે કઈ પણ ક્ષેત્ર માં છો તેમાં ખૂબ મેહનત કરવી...અને વૃદ્ધ અવસ્થામાં ભગવાન નું નામ લેવું ને ભજન કરવું.....પણ હકીકત માં આવું કરવાનો વિચાર બધાને આવે છે ...પણ પોતાનું મન બધાને રોકે છે...એટલે તમે તમારા ચેતન અને અવચેતન મન બંનેના ગુલામ છો...તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે ....બીજું બંધન અહંકાર નું....બધાને અત્યારે થોડુક હોવા છતાં , પૈસા નું તો અમુક ને સત્તા નું , અમુક ને જ્ઞાન ને અહંકાર હોય છે ... એ બંધન માંથી મુક્ત થવાની જરૂર છે . ત્રીજું બંધન શબ્દો નું.....કોઈ તમને ગમે એવું કહે ..તમને તરત એ વ્યક્તિ નું કહેલું દિલ માં વાગી જાય છે .જેમ કે અત્યાર ના યુવાનો દીકરા હોય કે દીકરી પ્રેમ નાં નામે એક બીજાના ઈશારા પર એકબીજાને નચાવતા હોય છે . તમારે સુ કરવું ક્યારે રડવું ક્યારે હસવું એ તમારી સામે વાળું પાત્ર નક્કી કરતું હોય છે તમને ગુસ્સો ક્યારે અપાવવો તમને ક્યારે મૌન રાખવા બધું જ એ નક્કી કરતા હોય તો પછી તમારું અસ્તિત્વ સુ ??? अगर में में ही न रहा तो फिर मेरे पास सब कुछ होने का भी क्या मतलब??... એ પણ એક પ્રકાર નું બંધન જ છે ..ગુસ્સો તમારે ક્યારે કરવો એ તમારા હાથ માં હોવું જોય એ....તમારા વિરૃદ્ધ નાં દરેક વિચાર નું એક જ સમાધાન છે મૌન ....ક્યારેક મૌન પણ ઘણું બધું કહી જાય છે જે શબ્દો માં તાકાત હોતી નથી. આપને આપણા માલિક જોવા જોય એ...

            એક વખત નાનીન ( એક જૈન ફકીર) એમના ગુરૂ નાં ઘરેથી પાછા જવા માટે નીકળે છે ...વધુ અંધારું હોવાના લીધે તેઓ ગુરૂ પાસે દીવડો માંગે છે. ગુરુજી તેમને પ્રગટાવેલો દીવો આપે છે . નાનીન દીવો લઇ ને હજુ પગથિયાં ઉતરે છે ત્યાં તો ગુરુજી દીવો બુજવી નાખે છે . નાનિંન પૂછે છે કેમ ગુરજી...?? ગુરૂ કહે છે કે બીજાના દીવા સહારા થી પ્રકાશ મળે એના કરતા પોતાનું અંધારું જ સારું હોય છે ...અંધારામાં ચાલો પોતાના અંદર નો દીવો આપો આપ પ્રકાશિત થશે ...એના પર નાનીન નાં ગુરૂ કહે  એ કહ્યુ છે કે

           जो शुभ अपना खोजा हुआ नही है
           उस शुभ  का होना अशुभ से भी असुभ है।

            જે સફળતા શાંતિ આપને બીજાના આધારે મળે છે તે હંમેશા ગુલામી તરફ બંધન તરફ  લય જતું હોય છે.. હજુ એક બંધન માંથી મુક્તિ ની જરૂર છે તે છે આધુનિકતા નાં ....આધુનિકતાને અપનાવવાની જરૂર તો છે પણ આધુનિકતા અને આધ્યાત્મિકતા નાં મિશ્રણ જેવો શ્રેષ્ઠ રસ્તો કોઈ નથી....અત્યાર નાં 15 20 વર્ષ નાં બાળક ને મહાભારત ગીતા પુરાણ કે વેદો વિશે કોઈ જ્ઞાન જ નથી ... તે માત્ર મોબાઈલ ની દુનિયા માં ગુલામ બનતો જાય છે .....તો એમને આધ્યાત્મિકતા નું જ્ઞાન આપવું એ માતા પિતાની અને શિક્ષક ની જવાબદારી છે જે બધાયે પૂરી કરવી જોઈયે....

 

            બધા જ પ્રકાર ની ગુલામી માંથી મુક્તિ નો કોઈ રસ્તો ખરો ??? હા છે ... એ છે આત્મ નિત્ય પરીક્ષણ...તમે તમારી જાત ને થોડો સમય આપો ...જો તમે તમને જ ખુશ કરી સક્સો તો દુનિયા ની કોઈ તાકાત નથી કે જે તમને કોઈ જ પ્રકારે બંધન માં બાંધી સકે ..આત્મ નિત્ય પરીક્ષણ ની બીજી રીત છે ધ્યાન ....શાંત વાતાવરણ માં થોડો સમય એક ચિત પર બેસવું......સૌ પ્રથમ તમે તમારી દ્રઢ શકતી થી વિચારો થી સ્વતંત્ર બની જાવ એટલે 90 ટકા કાર્ય તો ત્યાં જ થય જાય છે ...આપને સંકલ્પ લઈએ છીએ એ પણ બહુ નાના હોય છે ત્યાંથી જ તમારી વિક્ષમતા નો પરિચય થય જતો હોય છે ...એટલા માટે જીવન માં મોટા સંકલ્પ લો એમનેં પૂરા કરવા માંટે આન બાન શાનથી મેહનત કરો...કોઈ પણ લક્ષ્ય પૂર્ણ થય જશે......

 

          આ શુભ દિવસે આપણે સૌ પણ એક સંકલ્પ લઈએ કે શિષ્ટતા ને સ્વભાવ બનાવીશું..અનુશાસન ને ધ્યેય બનાવીશું ને મેહનત ને સાધન બનાવીને લક્ષ્ય ને માત્ર વિચારીશું નહિ પણ લક્ષ્ય સાથે જીવીશું...આપ સૌને પ્રજાસત્તાક દીવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ... જય હિન્દ ..❤️❤️

 

           Written By- મયંક છત્રોલા


Author Image

About Parth M Patel
Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

No comments:

Post a Comment