આપણો ભારત દેશ ખૂબ જ વિવિધતાઓથી ભરેલો છે. આપણા દેશમાં અલગ
અલગ ધર્મ, અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ ભાષા
બોલતા લોકો જોવા મળે છે.
આપણે રોજિંદા જીવનમાં મુસાફરી તો કરતા હોઇએ છીએ, પરંતુ એમાંય ટ્રેનની મુસાફરીની તો વાત જ કઈક અલગ છે અને એમા
ભી આપણે આપણા જીવનના સ્પેશ્યિલ માણસો જોડે હોય એટલે તો એનો આનંદ જ કઇક અલગ હોય છે.
આ દુનિયામાં દિલથી સેવા કરવા વાળા લોકો બહુ જ ઓછા હોય છે.
આજે એવા લોકોને મળ્યો, કે જે
દિલથી સેવા કરતા હતા. ટ્રેનમાં પઠાનકોટ(Last Station of Punjab) જતી વખતે બે સ્ટેશન [મારવાડ(રાજસ્થાન) અને કપૂરથલા(પંજાબ)] એવા હતા જ્યા
લોકો શું સેવા કરતા હતા, અને એ પણ મોટી ઉમરના લોકો… શું
દિલથી લોકો ને ઠંડું પાણી પીવડાવતા હતા એ લોકો !
ટ્રેનની મુસાફરી એટલી
રોમાંચક હતી કે ટ્રેનમાં આજુબાજુ બેસેલા લોકો સાથે એવો અનુભવ
થયો કે જાણે એ લોકો
આપણા સગા-સબંધી હોય. ખરેખર આપણે જીવનમાં આવા અનુભવો
કરવા જોઇએ.
આનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આ રીતે અમે ૩૦ કલાકની
મુસાફરી
કરીને પઠાણકોટ પહોચ્યા. ત્યા અમે પઠાણકોટની પ્રખ્યાત આઇટમ “દૂધ કતીરા”
નો સ્વાદ માણ્યો.
ડેલહાઉસી ટાઉન
પઠાણકોટથી પછી અમારે
ડેલહાઉસી(હિમાચલ પ્રદેશ) જવાનું હતું. હવે હું વાત કરું પ્રકૃતિની,
વાહ! શું ભારતની આ અનોખી પ્રકૃતિનો અનોખો
નજારો. આપણે કદી સ્વ્પ્નમાં પણ કલ્પના
ન
કરી હોય એવો નજારો….. એ જોઇને આપણું મન સ્વસ્થ થઇ જાય એવો નજારો. એવુ
લાગે
છે કે જાણે આપણે પ્રકૃતિના ખોળામાં છીએ. પ્રકૃતિને જોઇને એવુ લાગે છે
કે પ્રકૃતિને પ્રેમ
કરવો ના પડે એ તો આપમેળે જ થઈ જાય છે. પઠાણકોટથી ડેલહાઉસી જતી વખતે એવુ
લાગતું હતું કે જાણે
સ્વર્ગની સવારી કરી છીએ. શું
નજારો હતો એ, ત્યાથી ખસવાનું જ મન ન
થાય. આ રીતે અમે રાત્રે 11 વાગ્યાની
આજુબાજુ ડેલહાઉસી પહોચ્યા. રાત્રે જ્યા અમારે
રોકાવાનું હતું એ સ્થળનું નામ
“ડેલહાઉસી ક્લબ” હતું. એવુ લાગતું હતું કે જાણે કોઇ જૂના
સમયના રાજાએ બંધાવેલુ હોય.
અમારા જે ગાઈડ હતા એ પણ અમારા ફ્રેંડ જેવા જ હતા.
અને હું જે 5
ફ્રેંડ જોડે આવ્યો હતો એમની તો વાત જ કઈક અલગ છે. એમાંથી તો 2 જણાને
તો
પહેલી વાર જ મળ્યો હતો. પરંતુ એવુ લાગતું નહોતું કે હું આમને પહેલી વાર મળ્યો છું.
આમના વિશે તો ઘણું બધું લખી શકાય. બીજા દિવસે સવારે અમે મોર્નિંગ વોક
માટે ગયેલા.
જ્યા મોર્નિંગ વોક માટે ગયા હતા એ જગ્યાનું નામ સુભાષ ચોક હતું. ત્યા
અમે થોડી
એક્સેસાઈજ પણ કરી હતી. મોર્નિંગ વોક પછી અમે બધા ફ્રેશ થઈને ચા-નાસ્તો
કરીને
“પંચકુલા” જવા માટે નિક્ળ્યા. આ પ્લેસ પર અમે 6 કિલોમીટર
ચાલીને ગયેલા. આ એક
નેચરલ પ્લેસ હતું, ત્યા એક સુંદર સ્ટ્રીમ હતું. પછી
ત્યાથી 6 કિલોમીટર ચાલીને પાછા
ડેલહાઉસી ક્લબ પહોચ્યા.
કાલાટોપ
ત્યાથી અમે “કાલાટોપ” જવા
નીક્ળ્યા. કાલાટોપમાં જ્યા કેમ્પ સાઈટ હતી ત્યા પહોચવા માટે
અમારે 8
કિલોમીટર ચાલવાનું હતું. કેમ્પ સાઈટ જવા માટે અમે 3 કિલોમીટર ચાલ્યા પછી
વચ્ચે
15 મિનિટ નો બ્રેક હતો. ત્યારે અમે ત્યાના નેચરને માણી રહ્યા હતા અને ફોટા
પડાવતા
હતા. 15 મિનિટ પછી સરે અમને સિટી મારીને બોલાવ્યા. પરંતુ અમે ફોટા
પડાવતા હતા
એટલે સર જોડે 5 મિનિટ મોડા પહોચ્યા. મોડા પહોચ્યા એટલે અમને
પનિશમેંટ પણ મળી
ગઈ. પનિશમેંટ પણ એટલી રોમાંચક હતી કે અમે જ્યા
હતા ત્યાથી જ્યા પહોચવાનું હતું ત્યા
સુધીના રસ્તામાં આવતો બધો જ કચરો અમારે ઊઠાવવાનો
હતો. અને આપણે તો પાછા
મોદી સાહેબ અને એમના મિશન “સ્વછ્તા
અભિયાન” ના બહુ મોટા ફેન. કચરો વીણતા
વીણતા એક સરસ વાક્ય યાદ આવી ગયું
કે “આપણે એવુ માનીએ છીએ કે આપણા ઘરે કે
સોસાયટીમાં કોઈ માણસ કચરો
લેવા આવે તો આપણે એને કચરાવાળો કહીએ છીએ, પણ
રિઅલ માં કચરાવાળા તો આપણે છીએ અને એ
માણસ તો સફાઈવાળો છે.” કચરો
ઊઠાવવામાં અમને
બીજા ફ્રેંડ અને સરે પણ હેલ્પ કરી હતી. પછી અમે કાલાટોપ કેમ્પ સાઈટ
પર
પહોચીને બધો કચરો ડસ્ટબીન માં નાખ્યો. આ રીતે અમને સ્વછ્તા અભિયાનમાં
જોડાવાનો ચાંસ પણ મળી ગયો અને
આ અનુભવ પણ જોરદાર હતો. કાલાટોપ પહોચીને
અમે બપોરનું જમ્યા. રાત્રે
પણ અમારે અહીંયા જ રોકાવાનું હતું.
આ મારી લાઈફનો પહેલો
અનુભવ હતો ટેંટમાં રહેવાનો. કાલાટોપ નામ અએ પરથી
પડ્યું કે ત્યાંના જંગલમાં એટલા
મોટા વૃક્ષો(દેવદાર) હતા કે આપણે ઉપરથી નીચે
તરફ જોઈએ તો વૃક્ષોની વચ્ચે એકદમ
અંધારું દેખાય, દિવસે જોઈએ તો પણ એકદમ
અંધારું જ લાગે એ પરથી “કાલા” અને આ
જગ્યા હાઈટ પર હોવાથી “ટોપ” આ
રીતે આ જગ્યા નું નામ કાલાટોપ છે. આ દિવસે રાત્રે
અમે કેમ્પ ફાયર કર્યું
હતું. અને ત્યારથી બધા એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા. કેમ્પ
ફાયર માં
બધા લોકોએ ખૂબ જ સરસ વાતો કરી હતી. હું ત્યારે પ્રક્રુતિ ઉપર બોલ્યો હતો.
મારા 2
બેસ્ટ ફ્રેંડ પણ બોલ્યા હતા. એમાથી એક ભાઈએ(DA) શાયરી ઓ કીધી હતી અને
બીજા
ભાઈએ(Harsh) પાણીનું મહત્વ સમજાવ્યુ હતું. અને પછી અંતાક્શરી રમ્યા
હતા.
બીજા દિવસે સવારે વહેલા ઊઠીને નેચર, પ્રક્રુતિ અને એટમોસ્ફિયરને માણ્યુ.
શું એટમોસ્ફિયર
હતું ત્યાનું, એકદમ
કૂલ એન્ડ ક્લિન. પછી અમે ફ્રેશ થઈને
ચા-નાસ્તો કર્યો. ત્યારબાદ અમે
બધા બેગ્સ લઈને નીચે ઉતર્યા અને દહીકુંડ જવા નીકળ્યા. દહીકુંડ
માં એક મંદિર હતું. મંદિરે
પહોચવા માટે પગથિયા ચડવાના હતા. પછી
ત્યાથી અમે ખજિયાર જવા માટે નીકળ્યા.
ખજિયાર
ખજિયાર એટલે “ભારતનું મિની
સ્વિટ્જરલેંડ”. આ જગ્યા ઉલ્કાપિંડ પડવાથી બનેલી છે. આ
જગ્યાએ પહોચીને એવું
લાગતું હતું કે જાણે કોઇ ઘાસ ના મેદાનમાં છીએ. એવું લાગતું હતું કે
ભગવાને પ્રક્રુતિ તો અહિયા જ આપેલી છે. ત્યાથી હટવાનું જ મન ન થાય એટલી સરસ જગ્યા
હતી. આપણે ફોટા માં જોયેલી જગ્યા રિઅલમા આપણી સામે હોય ત્યારે…..
ખજિયારથી
અમે મનાલી જવા માટે નીક્ળ્યા. મનાલી એટલે અમારું ફાઈનલ
ડેસ્ટીનેશન. મનાલી જતી
વખતે અમને ઘણા બધા અનુભવો થયા. મનાલી જતી વખતે
રસ્તામાં અમારી ગાડી આગળ
હતી અને બીજી ગાડી ઘણી પાછળ હતી. બીજી ગાડીના
ડ્રાઈવરને કઈક પ્રોબલેમ હોવાથી
તેને ગાડી ચલાવવામાં પ્રોબલેમ થતો
હતો. તો ત્યારે બીજી ગાડીની રાહ જોવા માટે રાત્રે ૧૧
વાગે એક પેટ્રોલ પમ્પ જોડે
2 થી 3 કલાક બેઠા હતા. આ રીતે અમે હિમાચલ પ્રદેશના પેટ્રોલ
પમ્પ પર પણ
ઘણો ખરો ટાઈમ પસાર કર્યો. ત્યાર પછી 12 વાગે અમે ત્યાથી નીકળ્યા. તો
સવારે 7 વાગે અમે મનાલી પહોચ્યા. મનાલી પહોચ્યા પછી અમે બેસ કેમ્પ પર
પહોચ્યા. જ્યા
બેસ કેમ્પ હતો એ ગામનું નામ ગુડદૌડ હતું. બેસ કેમ્પ પર
પહોચ્યા પછી અમે ફ્રેશ થઈ ગયા.
ફ્રેશ થયા પછી અમને ત્યાંના લોકલ ગાઈડ “વાનખેડે
સ્ટેડિયમ” લઈ ગયા. વાનખેડે સ્ટેડિયમ
એટલે ગુડદૌડના બાળકો જ્યા ક્રિકેટ રમે એ
સ્ટેડિયમ. વાનખેડે જઈને ત્યાના લોકલ ગાઈડે
અમને ઘણી બધી ટ્રેકિંગ રિલેટેડ
સૂચનાઓ આપી કે ટ્રેકિંગ વખતે કઈ બાબતોનું
ધ્યાન રાખવું અને કઈ બાબતોને
ઈગ્નોર કરવી. ત્યા અમને ટ્રેકિંગનું ટ્રેલર જોવા અને માણવા
મળ્યું. ત્યાથી ફરી
પાછા અમે બેસ કેમ્પ પર પહોચ્યા. બેસ કેમ્પ પર જઈને અમે લંચ કર્યું. લંચ
પછી
અમે સ્ટ્રીમ વોક માટે ગયા હતા. અમારે સ્ટ્રીમ વોક એક સ્ટ્રીમમાં કરવાનું હતું.
તો અમે
જ્યારે સ્ટ્રીમમાં પહેલી વાર પગ મુક્યો એટલે એવું લાગ્યું કે જાણે પગની નસો
માં લોહી ફરતું
બંધ થઈ ગયું. એટલુ બધું ઠંડું પાણી હતું કે રહી જ ના શકાય. પરંતુ
થોડા સમય પછી અમને
બહુ જ મજા આવી ગઈ, સ્ટ્રીમમાંથી બહાર
નીકળવાનું મન જ ન થાય. આ સ્ટ્રીમ પણ પર્વત
પર જ હતું, તો અમારે સ્ટ્રીમમાં ચાલતા
ચાલતા ઉપર જવાનું હતું. ઉપર જતી વખતે મારા ફ્રેંડ
લોકોએ એકબીજાની ખૂબ જ
હેલ્પ કરી. ત્યારે એક વાત શીખવા મળી કઈ “જ્યારે આપણે
મુશ્કેલીના સમયમાં
હોઈએ ત્યારે આપણે એ નથી જોતા કે આપની આજુબાજુ કોણ છે.
આપણી આજુબાજુ કોઈ
પણ માણસ હોય આપણે એની હેલ્પ માગી જ લઈએ છીએ. એ
સમયે હેલ્પ
કરનાર કોણ છે એ નથી જોતો કે સામે કોણ છે એ નિસ્વાર્થ ભાવથી બીજાની
હેલ્પ કરતો હોય છે.” આવી નાની નાની બાબતો આપણને આપણી નોર્મલ લાઈફમાં શીખવા
નથી મળતી. પરંતુ આપણે આ રીતે ફ્રેંડ્સ સાથે બહાર ફરવા કે ટ્રેકિંગ
માટે જતા હોય ત્યારે
આપણને ઘણું બધું શીખવા મળે છે. અને આ બધા અનુભવો આપણને
લાઈફ ટાઈમ સુધી
કામ લાગે છે. અને યાદ પણ રહી જાય છે. સ્ટ્રીમ વોક
કર્યા પછી અમે બેસ કેમ્પ પર પાછા
આવ્યા અને ત્યાથી અમે બેગ્સ લઈને કોઠી (જ્યા
રાત્રે રોકાવાનું હતું અને અહીથી જ ટ્રેકિંગ
શરૂ થવાનું હતું) જવા નીકળ્યા. અને હા
જ્યા બેસ કેમ્પ હતો ત્યા આજુબાજુ એપલ ના ફાર્મ
હતા. તો ત્યા અમે હિમાચલના
રિઅલ એપલ વૃક્ષ પરથી તોડીને ખાધા હતા. રાત્રે ૧૦ વાગે
અમે કોઠી પહોચ્યા.
કોઠી પહોચીને અમે ત્યા ટેંટમાં સુઈ ગયા. બીજે દિવસે સવારે અમારું
ટ્રેકિંગ શરૂ
થયું. અમારી સાથે ટ્રેકિંગમાં ત્યાંના 2 લોકલ ગાઈડ હતા. નરેશભાઈ અને
પ્રેમભાઈ. હવે
આ બન્નેની વાત કરીએ તો પહેલા નરેશભાઈ એકદમ સિમ્પલ માણસ. એમને
સ્વભાવ
એકદમ શાંત હતો. અમે 3-4 દિવસ એમની જોડે રહ્યા પણ આ દિવસોમાં એક પણ
વાર એમના ચહેરા પર ગુસ્સો નથી જોયો. બીજા ગાઇડ પ્રેમભાઈ, એકદમ ફ્રી માઇંડેડ અને
ફ્રેંડલી હતા. એમનું
નેચર પણ એકદમ સરસ હતું. અને એ પાછા
મહાદેવ ના ભક્ત હતા. એ
અમારી જોડે હોય એટલે અમારા ફ્રેંડ હોય એવું
લાગતું હતું. આ બન્ને ગાઈડ ટ્રેકિંગમાં અમારી
જોડે હોય એટલે અમને થાક પણ લાગતો નહોતો.
ગાઈડ સાથે (નરેશભાઈ અને પ્રેમભાઈ)
ટ્રેકિંગમાં ઉપર જતી વખતે
રસ્તામાં 2 મેગી પોઇંટ હતા. અમે લોકો મેગી પોઇંટ-1 પહોચ્યા
ત્યારે વરસાદ ચાલુ
હતો, તો અમે લોકો મેગી પોઇંટ-1 માં બેસી ગયા.
ત્યા અમે મેગી ખાધી
હતી. એક
બાજુ વરસાદ ચાલુ હતો અને બીજી બાજુ ગરમ ગરમ મેગી ખાવાની બહુ જ મજા
પડી
ગઈ હતી. પછી ત્યાથી અમે ચાલવાનું શરૂ કર્યું. 2-3 કલાક ચાલ્યા પછી મેગી
પોઇંટ-2
આવ્યો. મેગી પોઇંટ-2 પહોચ્યા ત્યા સુધીમાં તો વરસાદ બંધ થઈ ગયો હતો. ત્યા
પણ અમે
મેગી ખાધી. થોડો સમય ત્યા રેસ્ટ કર્યા પછી અમે ટ્રેકિંગ
ચાલુ કર્યું. ટ્રેકિંગમાં માઉંટેન પર
ઉપર જતી વખતે અમુક વખતે તો ચડવાનું ખૂબ જ
રિસ્કી હતું. પરંતુ અમારુ ટાર્ગેટ “Brigu
Lake” પહોચવાનુ હતું તો પછી ઉપર જતી વખતે
ગમે તેટલું રિસ્કી ચડવાનુ આવે એ તો પાર
કરવાનું જ હતું અમારા ટાર્ગેટ સુધી
પહોચવા માટે. ત્યાથી થોડો સમય ચાલ્યા બાદ અમારે
સ્નો અને કાદવમાં પણ ચાલવુ
પડ્યું હતું. સ્નોમાં ચાલતી વખતે એટલી બીક લાગે કે જો પગ
લપસે તો ડાઈરેક્ટ
નીચે, ત્યારે તો એવો વિચાર આવે કે અહીથી આગળ આપણે જવું નથી
પણ ટાર્ગેટ
યાદ આવે કે “Brigu Lake” સુધી તો
પહોચવાનુ જ છે અને ત્યા જઈને ઈંડીયન
ફ્લેગ ફરકાવવાનો છે તો પછી ગમે તેવી ચેલેંજ આવે આપણે એને પાર કરવી જ પડસે.
આ રીતે અમે ધીમે ધીમે અને
ખૂબ જ કાળજી પૂર્વક સ્નો અને કાદવમાં ચાલ્યા હતા. પણ એ
સમયે સ્નોમાં ચાલવાની
મજા જ કઈક અલગ હતી. ઉપર ચઢતી વખતે બધાએ એકબીજાને
ખૂબ જ
સપોર્ટ કર્યો હતો. અને અમારા 2 ગાઇડે પણ હેલ્પ કરી હતી. ઉપર જતી વખતે અમને
બધી ઋતુના અનુભવ થઈ ગયેલા. ઠંડી, ગરમી, વરસાદ અને સ્નોફોલ. આ રીતે
અમે 12,500
ફીટની ઉંચાઈએ એડવાન્સ કેમ્પ પર પહોચ્યા. જ્યા એડવાન્સ
કેમ્પ હતો એ જગ્યાનું નામ
“રાઉલીખોલી” હતું. ત્યા એટલી બધી ઠંડી હતી કે આપણે રહી
જ ન શકીએ. ત્યાનું ટેમ્પરેચર
-7 થી
-8 ડિગ્રી હતું. આટલી બધી ઠંડીમાં ઘણાને
બ્રીથીંગ પ્રોબલેમ પણ થયો હતો.
રાઉલીખોલી અમે સાંજે 6 વાગ્યાની આજુબાજુ
પહોચ્યા હતા. ત્યા પહોચીને અમે ગરમ ગરમ
હોટ શાવર શૂપ પીધો. શૂપ પીવાની
ખૂબ જ મજા આવી ગઈ. ત્યાર પછી અમે અમારા ટેંટમાં
ગયા. ટેંટ પણ સ્નો
પર જ બનાવેલા હતા. ત્યા એટલી બધી ઠંડી હતી કે ટેંટમાં ગયા પછી
બહાર
નીકળવાની બિલકુલ ઈચ્છા જ ન થાય. તો રાત્રે ડીનર માટે પણ અમે ટેન્ટની બહાર
નહોતા નીકળ્યા. એ દિવસે બપોરે લંચમા જે મગ પુરી પેક કર્યુ હતુ એ જ ખાધુ.
રાત્રે પણ
એટલી ઠંડી લાગતી હતી કે તમે ગમે એટલુ શરીર પર ઓઢ્યુ હોય, તો પણ ઠંડી લાગતી હતી.
જેના પર સુવાનું
હતું એ ગાદલુ પણ સ્નો પર જ પાથરેલુ હતું.
રાઉલીખોલી એડવાન્સ કેમ્પ
બીજા દિવસે સવારે અમે
બ્રેકફાસ્ટ કરીને અમે “Brigu Lake”
જવા માટે નીકળ્યા. Brigu
Lake ની હાઈટ
14000 ફીટની છે. Brigu Lake સુધી પહોચવા માટે છેક સુધી સ્નોમાં જ
ચાલવાનું હતું.
સ્નોમાં ઉપર જવાનો અનુભવ પણ ખૂબ જ રોમાંચક હતો. આ રીતે અમે
Brigu Lake પહોચી ગયા. ત્યા જઈને બધાએ ઇંડિયન
ફ્લેગ સાથે ફોટો પડાવ્યો. Brigu
Lake સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે.
Brigu Lake નામ એક Brigu ઋષિના નામ
પરથી પડ્યું છે. ત્યાંના
લોકો આ જગ્યા ને ખૂબ જ પવિત્ર માને છે. અમે 25 થી 30
મિનિટ
Brigu Lake રોકાયા. પછી Brigu Lake થી નીચે ઉતરતી વખતે સ્નોમાં
સ્લાઈડિંગ કરવાની
ખૂબ જ મજા આવી હતી. આપણે કોઈ મોટી રાઈડ્સ માથી નીચે
ઉતરી રહ્યા હોય એવું
લાગતું હતું. પછી અમે બધા એડવાન્સ કેમ્પ રાઉલીખોલી
પહોચ્યા. રાત્રે પણ 12500 ફીટ
ઉંચાઈએ રાઉલીખોલી એડવાન્સ કેમ્પ પર જ
રોકાવાનું હતું. બીજા દિવસે સવારે ફ્રેશ થઈને
બ્રેકફાસ્ટ કરીને અમે નીચે જવા માટે
નીકળ્યા. નીચે ઉતરતી વખતે તો ખૂબ જ મજા આવી
હતી. નીચે ઉતરીને પછી અમે બધા
રિવર રાફ્ટીંગ માટે “કુલ્લુ” ગયા. જે રિવરમાં રિવર
રાફ્ટીંગ કરવાનું હતું એ
રિવરનું નામ હતું “બિયાસ”. બિયાસ નદીનું પાણી પણ એટલું ઠંડું હતું
કે અમે
લોકો આલખા એમા પલળી ગયા હતા. અમે ટોટલ 7 કિલોમટર રિવર રાફ્ટીંગ
કર્યું.
આ પણ એક જાતનું એડવેંચર જ હતું. ત્યાથી પછી અમે બેસ કેમ્પ “ગુડદૌડ”
પહોચ્યા. ગુડદૌડ
પહોચ્યા પછી રાત્રે DJ નાઈટ હતી. તો DJ નાઈટમાં પણ ખૂબ જ
જલસા કર્યા. DJ નાઈટ
પછી અમે જમ્યા. એ દિવસે જમવામાં પણ મંચુરિયન હતું.
તો જમવામાં પણ મજા આવી ગઈ
હતી. પછી ત્યા અમે એપલ પણ ખાધા હતા. બીજા
દિવસે અમારે મનાલી સિટી ફરવા જવાનું
હતું. બીજે દિવસે સવારે અમે બેસ
કેમ્પ(ગુડદૌડ) થી મનાલી ગયા હતા. મનાલીમાં ફરવા માટે
અમે 3 એક્ટીવા
રેન્ટ પર લીધા હતા. મનાલીમાં પણ અમે ઘણી બધી જગ્યાઓ જોઈ હતી.
એમા સૌથી
પહેલા અમે “હિડિમ્બા ટેમ્પલ” ની મુલાકાત લીધી. આ મંદિર લાકડાનું બનેલું
છે.
“યે જવાની હે દિવાની” મૂવિનું શૂટિંગ પણ આ મંદિરમાં થયેલુ છે તો આ કારણથી પણ
મંદિર
ઘણું ફેમસ છે.
હિડિમ્બા ટેમ્પલ (મનાલી)
ત્યાથી પછી અમે “વિષ્ણુ ટેમ્પલ”
ગયા હતા. વિષ્ણુ ટેમ્પલ જતી વખતે તો રસ્તામાં ઇંડિયન
લોકો કરતા બીજી
કંટ્રિના લોકો વધુ હતા. અમે બહારની કંટ્રિના લોકો સાથે વાત કરી તો એ
લોકો
ફિલિપાઈંસ, જાપાન અને ઈજરાયેલ ના
હતા. અમે વિષ્ણુ ટેમ્પલથી આવતી વખતે
ટિ
-શર્ટ લેવા એક શોપમાં ગયા તો ત્યા અમને એક ઈજરાયેલનો માણસ મળ્યો. તો
તેની સાથે
અમે વાતો પણ કરી હતી. એ પણ મોદી સાહેબ નો ફેન હતો. ત્યાથી
પછી અમે “માલ રોડ”
પર પહોચ્યા. માલ રોડ એટલે મનાલીનું મુખ્ય માર્કેટ. શોપિંગ
કરવા માટેની બેસ્ટ જગ્યા. માલ
રોડ પર ઈંડિઅન ફ્લેગ પણ ફરકાવેલો છે અને
અહી મોટી વર્લ્ડ કપની ટ્રોફી પણ મુકેલી છે.
માલ રોડ (મનાલી)
ત્યાથી અમે શોપિંગ પણ
કર્યું. સાંજે પછી અમે બેસ કેમ્પ (ગુડદૌડ) પહોચ્યા. બેસ કેમ્પથી રાત્રે
9 વાગે અમે
પઠાણકોટ જવા નીક્ળ્યા. સવારે 7 વાગે અમે પઠાણકોટ હોટલમાં પહોચ્યા.
ત્યાથી અમે
ફ્રેશ થઈને અમ્રુતસર જવા માટે નીકળ્યા. તો બપોરે 1 વાગે અમે અમ્રુતસર
પહોચ્યા.
અમ્રુતસરમાં અમે સૌપ્રથમ “ગોલ્ડન ટેમ્પલ” જોયું. ગોલ્ડન ટેમ્પલ પણ શું
અદભુત
જગ્યા છે. ગોલ્ડન ટેમ્પલમાં જવા માટે અમે માથે રુમાલ જેવું બાંધ્યુ હતું.
ગોલ્ડન ટેમ્પલમાં
અમે છેક મંદિરમાં તો નહોતા જઈ શક્યા, કારણકે 4 થી 5 કલાક લાઈનમાં
ઊભા રહીએ ત્યારે
દર્શન કરવા મળે એવું હતું. ગોલ્ડન ટેમ્પલ પણ એકદમ
વિશાળ જગ્યામાં બનાવેલું છે. ત્યા
જમવાનું પણ ફ્રીમાં આપવામાં આવે છે.
ગોલ્ડન ટેમ્પલ (અમ્રુતસર)
ગોલ્ડન ટેમ્પલની બહાર અમે પંજાબની
ફેમસ આઈટમ લસ્સી પીધી હતી અને જો લસ્સી ના
પીધી હોય તો પંજાબ
ગયેલુ નકામું કહેવાય. પછી અમે “જલિયાવાલા બાગ” ની મુલાકાત
લીધી. આ એક ઐતિહાસિક સ્થળ છે. પછી અમે અંદર જઈને એક ખૂણામાં દિવાલ પર
ગોળીઓના
નિશાન જોયા. અને ત્યા જે કૂવો આવેલો છે એનું રિનોવેશન ચાલતું હોવાથી
તે
જોવા નહોતો મળ્યો. પછી ત્યાથી “વાઘા બોર્ડર” જોવા ગયા. વાઘા બોર્ડર પહોચ્યા
ત્યાથી 1
કિલોમીટર ચાલીને પરેડ જોવા જવાનું હતું. તો અમે ત્યા પહોચ્યા
ત્યારે આખું પરેડ સ્ટેડિયમ
હાઉસફુલ હતું. સ્ટેડિયમમાં લોકો હાથ પર, મો પર અને શરીર ના અલગ અલગ ભાગો પર
ઇંડિયન ફ્લેગ દોરાવીને આવેલા હતા. અને લોકો
દેશભક્તિના નારા લગાવતા હતા.
વાતાવરણ જાણે દેશભક્તિનું થઈ ગયું હોય
એવું લાગતું હતું. પરેડનો સમય 5:30pm થી
6:00pm નો હતો. પરેડ પણ 2 આર્મિની છોકરીઓએ ચાલુ કરી
હતી. પરેડના સમયે ભારત
-પાકિસ્તાન વચ્ચેનો જે
મેઈન ગેટ છે એ પણ ખોલવામા આવે છે.
વાઘા બોર્ડર
પાકિસ્તાનમાં પણ ઘણી પબ્લિક
પરેડ જોવા આવેલી હતી. આપણે ખાલી પાકિસ્તાનની
વાતો જ કરતા હતા, પણ એ દિવસે રિઅલ માં પાકિસ્તાન પણ જોઈ લીધું. આપણા ભારતની
આર્મિની
તો વાત જ કઈક અલગ છે. આપણે કોઈ પણ આર્મિ મેનને જોઈએ એટલે આપણને
અંદરથી જ રિસ્પેક્ટ આપવાનું મન થાય. અમને આર્મિ જોડે સેલ્ફિ પડાવવાની
ઈચ્છા તો હતી
પણ એ લોકો જ્યારે આર્મિના ડ્રેસમાં હોય ત્યારે ફોટા નથી
પડાવતા. આ રીતે પરેડ જોવાની
ખૂબ જ મજા આવી હતી. પરેડ પૂરી થયા પછી અમે
પાછા પઠાણકોટ જવા માટે નીકળ્યા.
પઠાણકોટ જતી વખતે રાત્રે વચ્ચે અમે
ડિનર કરવા માટે ઊભા રહ્યા હતા. તો અમે ત્યા આલૂ
-પરોઠા ખાધા. રાત્રે 1:30am અમે પઠાણકોટ હોટલ પહોચ્યા. પછી ફ્રેશ થઈને
બધા સુઈ
ગયા. બીજા દિવસે સવારે
અમને ટ્રેકિંગનું સર્ટિફિકેટ પણ મળ્યું. સવારે 10:30am ની અમારે
રિટર્ન ટ્રેન હતી. હિમાચલથી પાછા
આવવાની તો બિલકુલ ઈચ્છા નહોતી પણ પાછા તો
આવવું
જ પડે. ત્યાની લાઈફ જ કઈક અલગ હતી. હિમાચલ માં તો મોબાઈલના ટાવર
ના
આવે એટલે ખૂબ જ મજા આવતી. એટલિસ્ટ આપણે શાંતિથી નેચરને માણી તો
શકીએ,
આપણી જાત સાથે વાત તો કરી શકીએ. ત્યાંના એટમોસ્ફિયરમાં જ નશો
હતો. આ રીતે અમે
ટ્રેનમાં મહેસાણા પહોચ્યા. આ ટ્રિપ એટલી રોમાંચક હતી કે
લાઈફ ટાઈમ સુધી યાદ રહી
જશે.
I am waiting for 2nd Dream
Trip…………