જાતિવાદ શું છે?
“દેશદ્રોહનો સામનો કરવા માટે રાષ્ટ્રવાદ અને ભારતીયતા અત્યંત જરૂરી
છે.”
આપણે શ્રીમદ ભગવદ ગીતા ને આપણો ધર્મ ગ્રંથ માનીએ છીએ. જ્યારે
બીજી બાજુ દુબઈ જેવા વિકસીત દેશમાં Engineering અને Medical કોલેજોમાં શ્રીમદ ભગવદ ગીતા નામનો વિષય ભણાવવામાં આવે છે અને
તેની પરીક્ષા પણ લેવામાં આવે છે. તો બીજા દેશોમાં આપણા ધર્મ ગ્રંથ ની કેટલી વેલ્યુ છે
એ જોઈ શકાય છે. જ્યારે ભારતના લોકો આ ધર્મ ગ્રંથની સાચી વેલ્યુ સમજી શકતા નથી. બધા
ધર્મ ગ્રંથો માં કહેલું છે કે “ભગવાન એક જ છે”, આ વાતનું બધા ગ્રંથો માં અલગ અલગ રીતે વર્ણન કરેલું છે પણ બધા ધર્મ ગ્રંથોનો
ઉપદેશ તો એક જ છે – “ભગવાન એક જ છે.” ભારતમાં લોકો આ ધર્મ ગ્રંથોની બાબતમાં એકબીજા
સાથે લડતા હોય છે. આ એક પ્રકારનો જાતિવાદ જ છે.
આ રીતે દુનિયાના ઘણા બધા દેશોમાં ભારતના પ્રાચીન ધર્મગ્રંથો, વેદો, વગેરેનો અભ્યાસ
કરાવવામાં આવે છે, પરંતુ ભારતમાં આ ક્યારે થશે????
અલગ અલગ ઘર્મોના મુખ્ય ગ્રંથોનો સાર તો એક જ છે, તો લોકો એના માટે શું કામ લડે છે?? આવા તો આપણા દેશમાં ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ આ બધા
પ્રશ્નોનું સોલ્યુશન કોણ લાવશે? આ કામ આપણે કરવાનું છે. તો આપણે બધા સાથે મળીને કરીએ એક નવી શરુઆત……