ઘણા વખત પેહલા ની આ વાત છે એક રાજા ના દરબાર માં રેહતા સિપાહી સાથે તેમની રાજકુમારી ને પ્રેમ થાય છે આ પ્રેમ એ જાણે મજનું લેલા જેવો હતો બંને એક બીજા માટે એક બીજાની જાન પણ દેવા માટે તૈયાર હતા પરંતુ સિપાહી ક્યારેય રાજકુમારી ની તોલે આવી સકે તેમ નહોતો એથી હંમેશાં તે તેમની પ્રેમિકા સાથે વાત કરવામાં અમુક બાબત માં અચકાતો હતો જેની જાણ રાજકુમારી ને હતી નહિ .રાજકુમારી તેમના પ્રેમી માટે ગમે તે કરવા તૈયાર હતી પરંતુ પ્રેમી નું મન વાચવામાં તે અસફળ હતી ને પોતાના રાજપાટ નું સુખ ભોગવતી હતી . સિપાહી ને જ્યારે પણ આર્થિક રીતે કે બીજી કઈ પણ જરૂર પડતી તો તે રાજકુમારી ને જણાવતો ને તેમની જરૂરિયાત પૂરી થય જતી. પરંતુ એક વખત તેમનો એક મિત્ર રાજા નાં સમક્ષ ગુનેગાર સાબિત થયેલો હતો અને તે તેમને બચાવવા માગતો હતો. એમના મિત્ર એ સિપાહી ને વાત કરી જોકે તેમને રાજકુમારી નાં પ્રેમ વિશે જાણ ન હતી પણ તેમને તો રાજા નો સિપાહી હોવા નાં નાતે વાત કરી. સિપાહી મુંજવણ માં આવ્યો ઘણા દિવસો આવું ચાલ્યું. એક વખત તેમની પ્રેમિકા એ પુછયું કેમ તું ઘણા દિવસો થયાં સૂનમૂન છે તો સિપાહી એ બધી વાત કરી કે આવી રીતે મારો મિત્ર રાજા નાં દરબાર માં છે હું મારી રીતે બધી જ કોશિશ કરી રહ્યો છું પણ મને લાગે છે કે મારી કોશિશ સફળ થતાં થતાં 3 થી 4 મહિના વીતી જશે એમ કરીને સિપાહી એ વાત ફેરવી નાખી કે રાજકુમારી એ છોડો તમે બતાઓ તમારે સુ ચાલે છે રાજદરબાર માં ..રાજકુમારી આ વાત ને સમજી સકી નહિ અને જવા દીધી. સિપાહી એ પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા..રોજ રાજકુમારી પુછે કેમ ઉદાસ છો તો બસ સિપાહી નો એક જ જવાબ કે પ્રયત્નો ચાલુ છે બસ થોડા દિવસો માં થય જશે..એક સમય એવો આવ્યો કે એમના મિત્ર ને તો રાજા પાસેથી બચાવી લીધો પરંતુ સિપાહી તે રાજદરબાર છોડીને દૂર ને દૂર ચાલ્યો ગયો. રાજકુમારી તેના વિરહ માં દિવસો ને દિવસો સુધી આંસુ સારવા લાગી. ઘણા વરસો બાદ રાજકુમારી નો પતિ જે રાજ્ય નો રાજા હતો ત્યાં એક મહેમાન અવના હતા એવા સમાચાર મળ્યા. રાજદરબાર માં શરણાઇ અને મંડપ થી શણગારવા નાં આદેશ આપવામાં આવ્યા. જ્યાર અતિથિ પધાર્યા તો રાજા એ તેમને ભેટ કરી અને તેમને સિંહાસન પર બેસાડ્યા. રાજકુમારી એ રાજા નાં પ્રધાન ને પૂછ્યું કે આટલું મહાન વીર અતિથિ કોણ છે જેના આગળ રાજા પણ જુકે છે ત્યારે પ્રધાન એ જવાબ આપ્યો કે આ મહાન અતિથિ એ ફલાણા દેશ નો રાજા છે જેના નીચે અત્યારે આપણા રાજ્ય જેવા સેંકડો રાજ્યો નાં રાજાઓ કામ કરે છે. રાજકુમારી ને તે અતિથિ ને જોવાની ઉત્સુક્તા વધી ગઈ. છેવટે તે રાજદરબાર માં તે અતિથિ ને જોઈ લે છે ને આશ્ચર્યચકિત થય જાય છે ...તે રાજા બીજું કોઈ નહિ પણ તેમનો પ્રેમી સિપાહી જ હતો...રાજકુમારી ને તેમના પ્રેમી ને મળવાની ઈચ્છા પ્રગટ થાય છે ...તે દિવસ ની રાતે અતિથિ નાં અતિથીવિહાર માં તેમને મળવા માટે જાય છે . રાજા તેમને જોય ને ભાન ભૂલી જાય છે અને બોલી ઉઠે છે ...રાજકુમારી આપ અહિ.....રાજકુમારી રડતા રડતા જવાબ આપે છે હવે તો તમે આપ નાં કહો હવે તો અમે તમારા બાળક સમાન છી ..રાજા સરસ જવાબ આપે છે રાજકુમારી પ્રેમ એક એવી સ્થિતિ છે જેમાં ક્યારેય કોઈ નું પદ ઉંચુ કે નીચું આવતુ નથી .બંને પ્રેમીઓ એક બીજાની સમાન હોય છે જો આજે તમને એવું અનુભવ થય છે કે તમે મારા હેઠળ છો એટલે સમજી વિચારીને વાત કરવી જોઈએ તો એ તમારી નહિ પરંતુ મારી ખામી છે..એવી જ રીતે જો પ્રેમી માં એક પ્રેમી ને પોતાનું સ્તર નીચું લાગે તો તેમની નહિ પણ તેમના પ્રેમી નાં વર્તન ની ખામી છે ....રાજકુમારી એ રાજા પાસે તેને છોડી ને જવા માટેનું કારણ પૂછ્યું...રાજા એ જવાબ આપ્યો કે આપણાં બેય વચે જે હતું એ પ્રેમ નહતો. તમે જે રાજદરબાર માં ખુશીયો ભોગવી છે એ હું તમને આપી નાં સકેત ને જો આ જ વાત મે તમને ત્યારે જણાવી હોત તો તમે એને માનવા તૈયાર જ નાં થાત. તમે રાજદરબાર નું સુખ ભોગવ્યું છે ને મે હંમેશા દુઃખ...હું નહોતો ઈચ્છતો કે તમને મારા ધર્મપત્ની બનાઇને દુઃખ આપુ. મે જ્યાં સુધી તમારી પાસે કોઈ પણ જાત ની માંગણી કરી છે એ બધી જ તમે પૂરી કરી છે પણ એ તમારો પ્રેમ નહોતો રાજકુમારી.. એ મે માંગ્યું ને તમે આપ્યું એવું હતું..જો તમને પ્રેમ જ હોત ને તો તમે મારી દુઃખ ની લાગણી ને સમજીને મને માંગણી કરતા શરમાવેત્ત જ નહિ..જ્યારે મારા મિત્ર ને ગુનેગાર સાબિત કરાયો ત્યારે મારા હજારો પ્રયત્નો કરતા તે છૂટ્યો... એ જ વખતે તમને બધી જ જાણ હોવા છતાં , એ કામ તમારા માટે એક ક્ષણ નું હોવા છતાં પણ તમે મારા કેહવાની રાહ જોઈ..મે નાં કહ્યું તો તમને મારા દુઃખ નો જરા પણ અનુભવ નાં થયો...એમાં તમારો કોઈ દોષ જ નથી રાજકુમારી પણ તમને પ્રેમ ની પરિભાષા જ જ્ઞાત ન હતી...પ્રેમી કહે ને બધું કરી દેવ એને જ પ્રેમ માનતા હતા....પણ મારા માટે પ્રેમી ને કેહવાનો મોકો જ નાં આપવો એ પેહલા જ જાન પર ખેલવું e પ્રેમ છે ....પ્રેમી નું સ્વમાન એ તમારા સ્વમાન કરતા મોંઘુ હોવું જોઈએ તો એ પ્રેમ છે ....
આ જ વાત જો મે ત્યારે કરી હોત તો તમે મારી વાત ને ટાળી દેત કારણ કે ત્યારે મારું સ્તર તમારા કરતા નીચું હતું એટલે તમે એ જ વાત ને પકડેત કે તારે મને કેહવુ તો પડે ને કે રાજકુમારી આ કામ કરી આપો તો હું કરું.....પણ હું તમને કેહવા માગતો જ નહતો.... એ તો પ્રેમ ની ભીખ છે ...સિપાહી હતો પણ પ્રેમ ની ભીખ કબૂલ નહોતી...... આ રીતે રાજકુમારી એક પણ શબ્દ નો વળતો જવાબ આપી શકતા નથી ને આંસુ તેમના અટકતા નથી ..... મનો મન અફસોસ કરે છે એક એવો વ્યક્તિ તેમને ગુમાવેલો હતો જે તેમને પોતાના કરતા પણ વધારે પ્રેમ કરતો હતો...
મિત્રો, અહીંયા રાજકુમારી ની જે સિપાહી પ્રત્યે ની જીદ હતી તેમને પ્રેમ માનતી હતી એ બરાબર હતું.???.કે સિપાહી દ્વારા તેમને વરસો બાદ પ્રેમની સાચી પરિભાષા કરાવીને અફસોસ કરાવ્યો એ બરોબર હતું??....જો તમારા માટે આ અંતિમ બરોબર હતું ને એમ છતાં એક સવાલ ઉત્પન્ન થાય છે કે તો પ્રેમી ને વરસો બાદ અફસોસ કરાવીને દુઃખી કરવા કરતાં ત્યારે જ કહીને સુખી રેહવાયને .....પરંતુ અમુક વસ્તુ ની પરખ સમય પેહલા આવતી જ નથી ..એમના સાધન માટેનું સાધ્ય એ હંમેશા સમય ને જ બનવું પડે છે ...જો રાજકુમારી ને એ સમય માં આ સાચી વાત કેહવમાં આવી હોત તો તેમના મનમાં પ્રેમ ની પરિભાષા જ ખોટી હોવાથી એમના ઘમંડ નો વિજય થાત ને સિપાહી નાં પ્રેમ નો પરાજય.......
સમય બળવાન છે ...
"જો ફેલાવું હું હાથ તો તારી ખુદાઇ દુર નથી
પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજુર નથી"
Credit goes to :- Mayank Patel
આવી ' ઘાયલ ' વાર્તા ,
ReplyDeleteકોઈ 'ઘાયલ' પ્રેમી ,
પોતાના ' ઘાયલ ' હદય માં છુપાયેલા ઘાવ ને રાજકુમારી ને સિપાહી નાં પાત્ર દ્વારા મારા જેવા ' ઘાયલ ' લોકો ને પ્રેમ ની પરિભાષા સમજાવતો લેખક એટલે " ____"
Thank you Guruji😊
Delete